એરંડાના જે ખેડૂતોએ પાક સાચવ્યો હશે એને એરંડાના ભાવ રોકર્ડ બ્રેક મળવાની આશા નક્કી

અહીં એરંડાના ભાવ વિશે છેલ્લા ઘણા મહિનાઓથી કહેવામાં આવી રહ્યુ છે કે એરંડાના ભાવ કપાસની જેમ જ મણના ૨૦૦૦ રૂપિયા થવાની પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા પંદર દિવસથી એરંડાની રોજની આવક બે લાખ ગુણી આસપાસ આવી રહી હોવા છતાં એરંડાના ભાવ મણના ૧૪૦૦ રૂપિયાથી ઘટતાં નથી તે બતાવે છે કે એરંડામાં મોટી તેજી નક્કી થવાની છે.

commodity market news of castor seeds farmers who have saved the castor crop to get record break aranda bhav today in gujarat

ગુજરાતમાં એરંડા ઉગાડતાં ખેડૂતોએ ધીરજ રાખીને ઝડપથી એરંડા વેચ્યા ન હોત અને ધીમે ધીમે એરંડા વેચ્યા હોત તો એરંડાના ભાવ અત્યારે મણના ૧૬૦૦ થી ૧૭૦૦ રૂપિયા હોત પણ એરંડાના ઊંચા ભાવ જોઇને ખેડૂતોએ એરંડા વેચી નાખ્યા વળી સ્વભાવિક રીતે ખેડૂતોને અગાઉના દેણા પૂરા કરવાના હોય અને અત્યારની કાળઝાળ મોંઘવારીમાં પણ બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ હોઇ મન-કમને એરંડા વેચવા જ પડે છે.

ચાલુ વર્ષે એરંડાનું ઉત્પાદન ઓછું થયું છે અને નિકાસમાગ સારી છે પણ હાલ ચીનમાં કોરોનાના કેસ રોજેરોજ વધી રહ્યા હોઇ દિવેલની માગ થોડી ઠંડી છે પણ કોરોનાની અસર પૂરી થયા બાદ જ્યારે તમામ ફેકટરીઓ ધમધમવા લાગશે ત્યારે ચીનની દિવેલની માગ ફરી નીકળવાની ધારણા હોઈ એરંડામાં તે વખતે મોટી તેજી થશે.

ખેડૂતોએ ઝડપથી એરંડા વેચ્યા તેને કારણે ચાલુ વર્ષના પાકના પપ થી ૬૦ ટકા એટલે કે ૯૦ થી ૯પ લાખ ગુણી એરંડા બજારમાં આવી ચૂક્યા છે હવે બાકી રહેલી સીઝનમાં ૯પ લાખ થી એક કરોડ ગુણી એરેડા આવવાની શક્યતા છે જેમાંથી મે મહિનામાં ૩૦ લાખ ગુણી એરંડા આવશે એટલે જે વધશે તેમાંથી આખું વર્ષ કાઢવાનું રહેશે.

આ વર્ષે અનેક ખેડૂતોને કપાસ, જીરૂ, રાયડા, મગફળી અને અન્ય ખેતપાકોમાં બહુ જ સારા ભાવ મળ્યા હોઇ એરંડા ઉગાડતાં અંદાજે ૫૦ ટકા ખેડૂતો એરંડા લાંબો સમય સુધી સાચવી રાખશે.

મે મહિનાથી એરંડા વાયદામાં પણ બદલા મળવાના ચાલુ થતાં બદલાવાળાની પણ ધૂમ ખરીદી બજારમાં જોવા મળશે. જો આવી સ્થિતિમાં ખેડૂતોની વેચવાલી અટકે અને આવક ઘટીને સવા થી દોઢ લાખ ગુણી થશે તો એરંડામાં ન ધારેલી તેજી મે મહિનામાં જ જોવા મળશે.

હાલની એરંડાની સ્થિતિનો ચોખ્ખો સંકેત છે કે એરંડાના ભાવ આ વર્ષે મણના ૨૦૦૦ રૂપિયા થવાના છે અને જે ખેડૂતોએ એરંડા સાચવી રાખ્યા છે તેને આગળ જતાં બહુ જ સારા ભાવ મળવાના છે તે નક્કી છે.

2 ટિપ્પણીઓ

કોમેન્ટ કરો
વધુ નવું વધુ જૂનું