આજના મગફળીના બજાર ભાવ : માર્કેટયાર્ડઓંમાં લીલો માલ વધારે આવતા હોવાથી મગફળીનાં ભાવમાં મજબૂતાઈ

મગફળીની બજારમાં એક લેવલે પહોંચ્યાં બાદ હવે સ્થિર થઈ ગઈ છે. નવી સિઝનની શરૂઆતમાં મગફળીની આવકો સારી થાય છે, પંરતુ સામે લીલો માલ વધારે હોવાથી સુકા માલનાં ભાવ સારા છે.

બીજી તરફ સીંગતેલમાં પણ બ્રાન્ડવાળાની લેવાલી હાલનાં ભાવથી હોવાથી સુકા માલમાં બજારો થોડા વધ્યાં હતાં. સરેરાશ પીઠાઓમાં મણે રૂ.૧૦થી ર૦ ઊંચા બોલાતાં હતાં. નવ અને ૪૬ નંબર જેવી વેરાયટીમાં હજી પણ રૂ.૧૬૦૦ આસપાસનાં ભાવ ક્વોટ થાય છે.

commodity bajar samachar of adani wilmar peanut buy more this year due to groundnut price today increase

મગફળીનાં અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે નવી આવકો હવે ખાસ વધશે નર્હી અને ગોંડલમાં હવે દિવાળી પહેલા એક માત્ર સોમવારે જ આવકો ખુલશે, પછી સીધી નવી સિઝનમાં જ આવકો ખુલવાની છે, જેને પગલે બજારો હાલ સારી છે. બીજી તરફ ગુજરાતનું મોટું કોર્પોરેટ ગ્રુપ અદાણી પણ મગફળીની આ વર્ષે મોટી ખરીદી કરે તેવી ધારણા છે.

મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦ થી ર૦ સુધર્યા, સીંગતેલની ઘરાકીનો પણ ટેકો : મગફળીનાં ભાવ હવે દિવાળી સુધી બહુ ન ઘટે તેવી સંભાવનાં...

અદાણીનાં ત્રણેક અધિકારીઓ અત્યારે મગફળીનો પોર્ટફોલિયો સંભાળી રહ્યાં છે અને વિવિધ સેન્ટરોમાંથી પુછપરછ કરી રહ્યા છે, જે બતાવે છે કે આ વર્ષે તેની ખરીદી વધી શકે છે.

ગોંડલમાં વેપારો ૪૬ હજાર બોરીનાં થાય હતાં. ભાવ ૩૯ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૩૫૦, જી-૨૦માં રૂ.૧૨૦૦થી ૧૪૧૫, ૩૭ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૩૨પ અને ૨૪-રોહીણીમાં રૂ-૧૧૦૦થી ૧૪૫૦ ભાવ હતાં. ૬૬ નંબરમાં રૂ.૧૪૫૦થી ૧૫૫૦ સુધીનાં ભાવ હતાં.

મગફળીની બજારમાં સૂકા માલની માંગથી ભાવ મજબૂત : અદાણી આ વર્ષે વધારે ખરીદો કરે તેવી ચર્ચા...

રાજકોટમાં ૨૦ હજાર ગુણીની આવક હતી અને ૧૭ હાજર બોરીનાં વેપારો હતાં. ભાવ ૩૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૨૭૦, ૨૪ નંબર રોહીણીમાં રૂ-૧૧૫૦થી ૧૩૮૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૩૩૦, જી-૨૦માં રૂ.૧૨૩૦થી ૧૩૮૦ અને બીટી ૩૨ કાદરીમાં રૂ-૧૧૫૦થી ૧૩૨૦નાં ભાવ હતાં.

ડીસામાં ૩૫ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ-૧૨૧૦થી ૧૪૩૮ના હતાં. હિંમતનગરમાં ૧૦થી ૧૧ હજાર બોરીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦થી ૧૬૦૦નાં હતાં.

પાથાવાડામાં ૧૫ હજાર બોરી, પાલનપુર ર૧ હજાર બોરી, ઈડરમાં ચાર હજાર બોરી અને હળવદમાં ૨૦ હજાર બોરીની આવક હતી. સાવરકુંડલામાં પાંચ હજાર બોરીની આવક હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું