અશોકભાઈ પટેલે ઉત્તરાયણ સમયે કરી મોટી આગાહી, મકર સંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે??

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સાથેની વાતથીતમાં જણાવ્યું કે આવતીકાલથી ઠંડીનો કરી રાઉન્ડ આવી રહ્યો છે. ન્યુનતમ તાપમાનમાં ૩ થી ૬ ડીગ્રીનો ઘટાડો થશે, ૧૭મી સુધીપા પારો ૯ થી ૧૨ ડીગ્રીની રેન્જમાં જોવા મળશે. જયારે દિવસનું તાપમાન ૨૬ થી ર૮ ડીગ્રી વચ્ચે રહેશે.

તેઓએ જણાવેલ કે છેલ્લા બે ત્રણ દિવસથી મહતમ તાપમાન 1 થી 3 ડીગ્રી અને ન્યુનતમ તાપમાન 1 થી ૪ ડીગ્રી ઊંચું રહે છે. જો કે આજે સવારે પશ્ચિમી પવનો અને ભેજ વધવાના કારણે તાપમાનમાં અચાનક, વધુ વધારો થવેલ છે.

ashokbhai patel ni agahi at the time of makar sankranti 2023 how will the wind be on the uttarayana festival

જેમ કે અમદાવાદ ૧૭ ડીગ્રી (નોર્મલથી પ ડીગ્રી ઊંચું), રાજકોટ ૧૮.૭ (નોર્મલથી ૬ ડીગ્રી ઉંચુ), ડીસા ૧૭.૮ (નોર્મલથી ૮ ડીગ્રી ઉંચુ), અમરેલી ૧૭.૩ ( નોર્મલથી ૭ ડીગ્રી ઉંચુ), વડોદરા ૧૪.૪ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ), ભુજ ૧૭.૮ (નોર્મલથી ૮ ડીગ્રી ઉંચુ) નોંધાયેલ.

આજનો દિવસ પશ્ચિમી પવન વધુ રહેશે, વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૨ થી ૧૮ જાન્યુઆરી (ગુરૂ થી બુધ) સુઘીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં આવતીકાલથી પવન મુખ્યત્વે ઉત્તરના રહેશ. વાતાવરણ મુખ્વત્વે ચોખ્ખુ અન સુકુ રહેશ. એક બે દિવસ છુટછવાયા વાદળા જોવા મળશે.

હાલનું નોર્મલ તાપમાન મહતમ ૨૮, ર૯ ગણાય, ન્યુનતમ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી ગણાય. નોર્થ ગુજરાતમા ૧૦ થી ૧૧ ડીગ્રી ગણાય.

સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં મહત્તમ અને નુન્યતમ તાપમાનમાં આવતીકાલથી ઘટાડો થશે. જેમાં તા.૧૩ થી ૧૩ સુધી હાલના તાપમાનથી ન્યૂનતમ તાપમાનમાં ૩ થી ૬ ડીગ્રીનો ઘટાડો થશે, ફરીધી ઠંડીનો અહેસાસ થશે.

મહતમ તાપમાનની રેન્જ ૨૬ થી ૨૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાનની રેન્જ ૯ થી ૧૨ ડીગ્રી વચ્ચે રહેશે. તા.૧૮ જાન્યુઆરીના પવન પૂર્વ બાજુના થઈ શકે અને તાપમાન પણ ઉંચકાશે.

આજે અને કાલે બે દિવસ જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે. આગાહી સમય પછી પણ જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાનો સારો રાઉન્ડ આવશે.

મકરસંક્રાંતિએ પતંગ ઉડાળી શકાય તેવો પવન ફૂંકાશેઃ સવારે ૧૧:૩૦ પછી પવન સારો...

રાજકોટમાં સરેરાશ પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી.ની રહેશે. ઉતરાયણ ના બે દિવસ બાકી છે ત્યારે ૧૪મીના ઉતરાયણ એ પવન મુખ્યત્વે ઉત્તરના ફુંકાશે. અમદાવાદમાં ૧૦ થી ૧૫ કિ.મી. અને રાજકોટમાં સવારે ૧૧:૩૦ પછી પવન સારો રહેશે. ૧૦ થી ૧૫ કિ.મી. અને ઝાટકાના પવન ૧૫ થી ૨૦ કિ.મી.ના ફૂંકાશે, રાત્રીના સમયે પણ ૧૦ થી ૨૦ કિ.મી. પવનની ઝડપ રહેશે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું