કપાસ વાયદા બજાર : રૂના ભાવમાં ઘટાડો થવાથી કપાસના ભાવમાં વધુ ઘટાડો આવ્યો

હાલ રૂની બજારો સતત તુટી રહી હોવાથી કપાસનાં ભાવમાં આજે મણે રૂ.૧૫ થી ૨૦નો ઘટાડો હતો. આગામી દિવસોમાં રૂ વધુ ઘટશે તો કપાસની બજારો વધુ તુટી શકે છે. ઘટતી બજારમાં ખેડૂતો પણ કપાસની વેચવાલી વધારે તેવી ધારણાં છે.

commodity bajar samachar of cotton fabric down in India due to cotton price decrease

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ થી ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં મિડીયમ ક્વોલિટીમાં રૂ.૧૪૫૦ થી ૧૫૦૦, મહારાષ્ટ્રનાં ફરધરનાં રૂ.૧૪૫૦ થી ૧૫૦૦ અને સારા માલ રૂ.૧૫૫૦ થી ૧૬૦૦ના હતાં.

રૂની પાછળ કપાસનાં ભાવમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો જોવા મળ્યો : કપાસમાં ઘટતી બજારમાં ખેડૂતોની વેચવાલી વધી શકે...

કડીમાં મહારાષ્ટ્રની ૧૦૦ ગાડી અને કાઠીયાવાડની ૫૦ થી ૬૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૫૦ થી ૧૬૦૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૫૦ થી ૧૭૦૦નાં હતાં.

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૮૭ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ.૧૬૯૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૩૫૦ થી ૧૪૦૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૫૦૦ થી ૧૬૫૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

રાજકોટમાં ૧૧ થી ૧૨ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીનાં રૂ.૧૬૨૦ થી ૧૬૯૪૦, એ પ્લસમાં રૂ.૧૬૦૦ થી ૧૬૨૦, એમાં રૂ.૧૫૭૦ થી ૧૬૪૦૦, બીમાં રૂ.૧૪૭૦ થી ૧૫૫૦, સીમાં રૂ.૧૪૦૦ થી ૧૪૭૦૦નાં હતાં. એક એન્ટ્રી રૂ.૧૬૪પની હતી.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું